Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના હેઠળ
ખંભાળીયા તા. ૯ઃ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના મહિલાઓ/દીકરીઓ માટે સમાજમાં રહેલ ભેદભાવને દુર કરી અને સમાનતા લાવવા માટે એક અભિયાન છે. મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે આ અભિયાન ચલાવવામાં આવે છે જેથી તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મ વિશ્વાસ પ્રત્યક્ષરૂપે બહાર લાવી શકાય. આ યોજના અંતર્ગત દેવભુમી દ્વારકા જિલ્લામાં તાલુકા દીઠ ૫ બાલિકા પંચાયતની રચના કરવાની કામગીરી ચાલુમાં છે. જેમાં હાલ ખંભાળીયા તાલુકામાં કેશોદ, હાપા લાખાસર, કાઠી દેવળીયા, પીપળીયા, હંજડાપર ભાણવડ તાલુકામાં વિજયપુર, ઘુમલી, મેવાસા, મોરઝર કલ્યાણપુર તાલુકામાં બાકોડી ગ્રામ પંચાયત હેઠળ બાલિકા પંચાયતની રચના કરેલી છે.
આ બાલિકા પંચાયત એ કિશોરીઓનું બનેલ એક મંડળ છે જેમાં એક સરપંચ અને તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક સભ્યો છે. આ મંડળ દ્વારા ગામ મધ્યે શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી અને કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે સુનિશ્ચિત કરશે. ઉપરાંત કિશોરીઓ મતદાન અંગેની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ જ બાલિકા પંચાયતની ચુંટણી આ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે.
આ યોજનાનો ઉદેશ બાલિકા/કિશોરીઓના સર્વાંગી વિકાસમાં તેમનું પ્રતિનિધત્વ, જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી, દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવું, દીકરીઓને ચૂંટણી પ્રક્રિયાઓથી અવગત કરવું, દીકરીઓને પંચાયતની કામગીરી, વહીવટી પ્રક્રિયા, રમતગમત તેમજ રાજકીય ક્ષેત્ર સાથે જોડવું, રોજગાર અર્થે કૌશલ્યલક્ષી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તાલીમના માધ્યમથી આત્મનિર્ભર તરફ લાવવું છે.
કન્યા જન્મને પ્રોત્સાહન અને કન્યાના શિક્ષણની અગત્યતા સમજાવવી, બાલિકા પંચાયતને તાલીમ આપી તેઓ સામાજિક બદલાવ માટેના પ્રેરક તરીકે કામ કરે તેવા પ્રયત્ન કરવા,દીકરીઓ કૌશલ્ય તાલીમ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અર્થે જાગૃત બને તેવા પ્રયત્ન હાથ ધરવા છે.
આ બાલિકા પંચાયતએ કિશોરીઓનું બનેલ એક મંડળ રહેશે. જેમાં એક સરપંચ અને તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક અથવા ગ્રામ પંચાયત નક્કી કરે તે મુજબ સભ્યો રહેશે.
બાલિકા પંચાયતનું કાર્યક્ષેત્ર ગ્રામ પંચાયત દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમજ તેમણે બાલિકા/કિશોરીઓના સર્વાંગી વિકાસમાં તેમનું પ્રતિનિધત્વ, જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું. દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી, દીકરીઓને રોજગાર અર્થે કૌશલ્યલક્ષી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તાલીમના માધ્યમથી આત્મનિર્ભર તરફ લાવવું, દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવું, શિક્ષણ છોડી દીધેલ દીકરીને પુનઃ શિક્ષણ સાથે જોડવા પ્રયાસ કરવા, દીકરીઓ પંચાયતની કામગીરી અને વહીવટી પ્રક્રિયાથી જાગૃત થાય તે અર્થે કાર્યક્રમોનું આયોજન કરવું, દીકરીઓ/ મહિલાઓના પ્રશ્નોની રજૂઆત મુખ્ય પંચાયત (ગ્રામ પંચાયત)માં કરવી, દીકરીઓના મનોરંજન અર્થે રમત-ગમત, પ્રવાસ કે અન્ય આયોજનની કામગીરી કરવી, દીકરીઓમાં આરોગ્ય, પોષણ અંગે જાગૃતિ લાવવી/કાર્યક્રમ કરવા,કોઈ પણ દીકરી-દીકરાના બાળ લગ્ન ન થાય તે અંગે જાગૃતતા લાવવી એ બાલિકા પંચાયતનું કાર્ય રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial