Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા ભારતને અનુરૃપ લોકોને આત્મનિર્ભર બનાવતો નિર્ણયઃ રેલવેમંત્રી
નવી દિલ્હી તા. ૯ઃ કેન્દ્ર સરકારની રૂ. ૧ર,૩૪૩ કરોડ રૃપિયાના રેલવે પ્રોજેક્ટને મંજુરી આપી છે. તેથી ગુજરાતને પણ ફાયદો થશે.
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજુરી આપી છે. જેની અંદાજિત કિંમત અંદાજે ૧ર,૩૪૩ કરોડ રૃપિયા છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજુર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરૃ પાડવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રિય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'રેલ પ્રોજેક્ટ્સને મંજુરી આપવાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે અને વ્યસ્ત માર્ગો પર ભીડ ઘટશે. આ પ્રોજેક્ટ્સ વાણિજ્ય તેમજ કનેક્ટિવિટીમાં સુધારો કરશે.'
કેન્દ્ર સરકારે 'ફિશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ'ને નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ સુધી લંબાવવાનું નક્કી કર્યું છે, જેમાં ૭,પરર.૪૮ કરોડ રૃપિયાના પહેલાથી જ મંજુર ફંડ અને ૯૩૯.૪૮ કરોડ રૃપિયાનું બજેટ સમર્થન છે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'રાજસ્થાન, આસામ, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને નાગાલેન્ડમાં રૂ. ૧ર,૩૪૩ કરોડના ૬ 'મલ્ટી ટ્રેક' પ્રોજેક્ટને મંજુરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.'
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ્સ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઓછી કરશે. આ ઉપરાંત ભારતીય રેલવે સૌથી વ્યસ્ત વિભાગો પર જરૃરી માળખાકીય વિકાસ થશે. પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'નવા ભારત'ના વિઝનને અનુરૃપ છે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા સ્થાનિક લોકોને આત્મનિર્ભર બનાવશે અને તેના કારણે તેમની રોજગાર/સ્વરોજગારની તકોમાં વધારો થશે.
ઉલ્લેખનિય છે કે, ૬ રાજ્યોના ૧૮ જિલ્લાઓને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં ૧,૦ર૦ કિ.મી.નો વધારો કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial