Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુંથી પાછી મગાતા ચાની કીટલી માથામાં ફટકારીઃ
જામનગર તા. ૯ઃ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના એક ખેડૂતે મોટર લેવા સોદો કર્યા પછી તે મોટર પરિવારને નહીં ગમતા મોટર પાછી લઈ જવા અને સુંથી પરત આપવા મોટર માલિકને કહ્યા પછી તેની વાત કરવા મોટર માલિકે બોલાવી ચાની કીટલીથી હુમલો કર્યાે હતો. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના ભીખાભાઈ ગોરધનભાઈ બુસા (ઉ.વ.પ૧) નામના ખેડૂત ગઈકાલે સવારે પાતા મેઘપર ગામ તરફ જવાના રસ્તા પર હોટલે આવ્યા હતા. આ વેળાએ મોટા વડાળા ગામનો ચીમન વલ્લભભાઈ કોટડીયા પણ આવ્યો હતો.
આ શખ્સે ગાળો ભાંડી ઝઘડો કર્યા પછી નજીકમાં પડેલી ચાની કીટલી ઉપાડીને ભીખાભાઈના માથામાં ઝીંકી હતી અને ઢીકાપાટુથી માર માર્યાે હતો. ભીખાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના ભાઈ જમનભાઈ સાથે પોતાની મોટરનો સોદો રૂ.દોઢ લાખમાં નક્કી કર્યાે હતો. જેમાંથી રૂ.૫૦ હજાર સુંથી પેટે જમનભાઈએ ચૂકવ્યા હતા. તે પછી આ મોટર ઘરના અન્ય વ્યક્તિઓને નહીં ગમતા જમનભાઈએ મોટર પાછી લઈ જવા ચીમનભાઈને કહ્યું હતું.
આ બાબત ઝઘડાનું કારણ બન્યું હતુંં. સુંથીના પૈસા પાછા આપવાની વાત કરવા માટે ભીખાભાઈને ગઈકાલે બપોરે પાતા મેઘપર ચોકડીએ બોલાવાયા હતા અને ત્યાં આવતા જ ચીમને બોલાચાલી કરી હુમલો કર્યાે હતો. પોલીસે આઈપીસીની કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial