Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકાર દ્વારા પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ
ખંભાળીયા તા. ૯ઃ સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરાયા છે, તે મુજબ પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ. ૭૦૦૦, ચણા રૂ. પ૪૪૦ અને રાયડાની રૂ. પ૬પ૦ ટેકાના ભાવે ખરીદી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ તા. ર૯ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ભારત સરકાર દ્વારા ખરીફ-રવિ-ર૦ર૩-ર૪ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર તણા અને રાયડાની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ. ૭૦૦૦, ચણા રૂ. પ૪૪૦ અને રાયડાના રૂ. પ૬પ૦ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાના વેચાણ માટે તા. ર૯-ર-ર૪ સુધી નોંધણી કરવામાં આવશે.
ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો વધુ ટેકાના ભાવે ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરે અને મહત્તમ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial