Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં આવતીકાલે કારસેવકોનું અભિવાદન

દ્વારકા જિલ્લાના કારસેવકો પણ જશેઃ

ખંભાળીયા તા. ૯ઃ અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર પાસેના ઉમિયાધામમાં તા. ૧૦-ર-ર૪ ના અયોધ્યા ગયેલા કાર સેવકોનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તથા રાષ્ટ્રીય ભારત સંત સમિતિ આયોજીત આ કાર્યક્રમમાં સંતો, મહંતો તથા રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં અયોધ્યા ૩૦ ઓકટોબર ૧૯૯૦ તથા ૬ ડિસેમ્બર ૧૯૯ર માં રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કાર્યકર્તાઓનું ભવ્ય સન્માન થશે. ખંભાળીયામાંથી કારસેવકો પી.ડી. નકુમ, ઈશ્વર સોલંકી, મનુભાઈ વિગેરે આ કાર્યક્રમમાં જોડાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh