Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા
જામનગર તા. ૯ ઃ જામજોધપુર લાલપુર વિસ્તારના આમ આદમ પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં જીણાવારી ગામની વર્તુ નદી ઉપર ડેમ બનાવવા રજુઆત કરી હતી.
અહીં નવો ડેમ બનાવવા ૧૯૯૮ માં ખાસ કિસ્સા તરીકે મંજુરી આપી દીધી હોવા છતાં હજુ સુધી કોઈ જ કામગીરી સરકાર તરફથી જમીન સંપાદનનું બહાનું બતાવી દેવામાં આવે છે.
તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે ભૂતકાળમાં જીણાવારી ગામમાં ગામલોકોની સહમતિ નહીં હોવા છતાં ગૌચરની જમીન પવનચક્કીને ફાળવી દેવાઈ હતી.
ખેડૂતોની જમીનમાંથી જ્યારે કોઈ હાઈવે નીકળતો હોય અથવા ઔદ્યોગિક એકમને જમીન ફાળવવાની હોય ત્યારે કેમ ખેડૂતો સહમતી લેવામાં આવતી નથી ? સરકાર માત્ર સહમતીનું બહાનું બતાવે છે. હકીકતમાં છેલ્લા ર૬ વર્ષમાં કેટલાક મુખ્યમંત્રીઓ, કેટલાય મંત્રીઓ અને કેટલાય ધારાસભ્યો બદલાયા પણ કોઈએ આ બાબતે પરિણામલક્ષી કામગીરી કરી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial