Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં ત્રિશંકૂના એંધાણઃ તીવ્ર રસાકસી

પ્રારંભિક વલણોમાં ઈમરાનની પાર્ટી આગળ હતી, પરંતુ ધીમે ધીમે બિલાવલ અને શરીફના પક્ષો પણ આગળ વધ્યા

ઈસ્લામાબાદ તા. ૯ઃ છેલ્લા અહેવાલો મુજબ પાકિસ્તાનની સરપ્રદ ચૂંટણીની મતગણતરીમાં ત્રિશંકૂ સ્થિતિ સર્જાય તેવા વલણો આવી રહ્યા છે.

પાકિસ્તાન ચૂંટણી પરિણામ આવવા લાગ્યા છે, જેમાં બપોર સુધીમાં ઈમરાન અને બિલાવલ પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે. બંનેના ઉમેદવારોએ રર બેઠક જીતી છે. નવાઝને અત્યાર સુધી ૧૮ સીટ મળી છે.

નવાઝ શરીફ લાહોરની એનએ-૧૩૦ સીટ પરથી જીત્યા છે. તેમની સામે પીટીઆઈ સમર્થક યાસમીન રશીદ હતી. બંને વચ્ચે પપ,૯૮૧ મતનો તફાવત હતો. યાસમીન મોડી રાત સુધી આ આ સીટ પરથી આગળ ચાલી રહી હતી. તેઓ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે લાહોર એનએ-૧૧૯ સીટ પરથી જીત મેળવી છે. પીટીઆઈ સમર્થક ઉમેદવાર શહેઝાદ ફારૃક અહીંથી હારી ગયા છે.

૯ મે ના રોજ હિંસા બાદ ઈમરાન ખાનની પાર્ટીથી અલગ થઈને પોતાની પાર્ટી ઈશ્તેખામ-એ-પાકિસ્તાન બનાવનાર જહાંગીર ખાન તરીન પંજાબની એનએ-૧૪૯ સીટ પરથી હારી ગયા છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કમ્યુનિકેશનના અભાવે પરિણામ મોડું આવી રહ્યું છે. સમા ન્યૂઝ અનુસાર પીએમએલ-એન ના નવાઝ શરીફ મનસેહરા સીટ પરથી હારી ગયા છે અહીં અપક્ષ ઉમેદવાર શહજાદા ગસ્તાસાપનો વિજય થયો હતો.

અત્યારે પાકિસ્તાન મતગણતરી ચાલી રહી છે અને એક પછી એક પરિણામો જાહેર થઈ રહ્યા છે. મનસેહરાની બેઠક તો નવાઝની પાર્ટીનો ગઢ મનાય છે. આમ છતાં આ બેઠક પરથી નવાઝને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નવાઝ શરીફ સામે ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવાર યાસ્મીન રાશિદ તો હાલમાં જેલમાં છે અને તે એક પણ વખત મતદારોને મળી શકયા નથી. આમ છતાં આ બેઠક પરથી પણ યાસ્મીને નવાઝ શરીફ સામે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે.

યાસ્મીન રાશિદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક અને ઈન્સાફ સાથે જોડાયેલા છે. સેના પર હુમલાનું પ્લાનિંગ કરવાના આરોપસર તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આમ છતાં  તેમના સમર્થકોએ તેમના વતી પ્રચાર કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh