Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્ય સહિતના મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
જામનગર તા. ૯ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખીજડિયામાં ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું, તેમણે કહ્યું હતું કે રૂ. ૮૬૦ લાખના ખર્ચે ૪૯૦૦ ચો.મી.માં બનાવવામાં આવેલ સબ સ્ટેશનથી ૬ ગામના લોકોને ફાયદો થશે. ખેડૂતોને વીજ જોડાણ મળવાથી ખેતી સમૃદ્ધ બની છે. આ કાર્યક્રમમાં પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખીજડિયા ગામમાં વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઇટનો દરરજો મળેલ પક્ષી અભયારણ્ય આવેલું છે, જામનગર રાજકોટ હાઇવર પર અનેક નાના મોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે તેમજ કોર્પોરેશનનો વોટર પ્લાન્ટ પણ અહીં આવેલ હોવાથી હવે સબસ્ટેશન થકી આ જગ્યાઓ પર ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોચાડી શકાશે. ગુજરાત સરકારે આયોજનબદ્ધ કામો મંજૂર કર્યા જેના થકી ઉર્જાવાન ગુજરાત બની રહ્યું છે. ગુજરાતના ગામડાઓમાં અગાઉ વીજકાપ જીવનનો એક ભાગ બની ચૂક્યો હતો. હવે ગુજરાતના ગામડાઓમાં પણ લોકોને ૨૪ કલાક વિજળી મળી રહી છે. વીજળીના અભાવની પરિસ્થિતિને પલટ ાવી ઊર્જા ક્ષેત્રે ગુજરાતને આગળ લાવવા માટે ગુજરાત સરકારે અંતરિયાળ વિસ્તારના માનવીને સતત વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાતને ઉર્જા ક્ષેત્રે અગ્રિમ બનાવવા માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી. જેના થકી ગુજરાતના ગામડાઓમાં વિજળી પહોચી. જામનગર જિલ્લાના નાનામાં નાના ગામડાથી માંડીને ગુજરાતના ગામડાઓને ૨૪કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પ્રાપ્ત થયો છે. ખીજડિયા સબ સ્ટેશન થકી આજુબાજુના ઉદ્યોગોને વીજ પુરવઠો મળી રહેતા ગામડાના લોકોને ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મળી રહેશે. ગુજરાત પવનચક્કી મારફતે અને સૌરઊર્જા થકી વીજળી પ્રાપ્ત કરી રહ્યું છે. ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કનેક્શન મળી રહ્યા છે અને આવનારા સમયમાં ખેડૂતોને દિવસે પણ વ જિળી મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦ લાખ જેટલા ખેડૂતોને વીજબીલમાં રાહત માટે રૂ.૮૩૨૪.૯૮ કરોડની સબસિડીની સહાય આપી છે. મીટર આધારિત વીજબીલ માટે ખેડૂતો પાસેથી પ્રતિ યુનિટ વીજદર માત્ર ૬૦પૈસા રાખવામાં આવ્યો છે જેમાં ૧૬વર્ષથી કોઇ વધારો થયો નથી. સરકારની દૂરંદેશિતાનાં પરિણામે ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોને વીજ કનેક્શન મળતા છેવાડાના માનવીના ઘરમાં અંજવાળું પથરાયું છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ સબ સ્ટેશનથી આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક, વાણિજ્ય અને પાણી પુરવઠા તથા ૬ ગામના લાભાર્થીઓને સતત ગુણવતાસભર વીજળી પૂરી પાડી શકાશે. અંતરિયાળ વિસ્તારના માનવીને વીજ પુરવઠો પૂરો પાડી ગુજરાત ઊર્જા ક્ષેત્રે ઝળહળતું બની રહ્યું છે. ગુજરાતનો ૧૬૦૦કિમી લાંબો દરિયાકિનારો પવનઊર્જા માટે આશીર્વાદરૂપ હોવાથી પવન ઊર્જા ઉત્પાદનમાં આપણું રાજ્ય દેશમાં બીજા ક્રમે છે. જેમાં જામનગર સહિત સૌરાષ્ટ્રનો નોંધપાત્ર ફાળો છે. જામનગરમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે ત્યાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો સપ્લાય કરવામાં અને આજુબાજુમાં વિકસી રહેલા ઉદ્યોગોને વીજ કનેક્શન પ ૂરું પાડવામાં સબ સ્ટેશન ઉપયોગી નિવડશે. ખીજડીયામાં નવા સબ સ્ટેશનના નિર્માણથી આજુબાજુના વિસ્તારો ઝળહળી ઉઠ્યા છે. જામનગર સહિત રાજ્યભરમાં સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવતા વીજળી પર થતો ખર્ચ ઓછો થતાં નાગરિકોને સુખકારી સાથે આર્થિક ખર્ચ પણ ઓછો થઈ રહ્યો છે. ત્યારે ખીજડીયામાં પણ ૬૬ કેવી સબ સ્ટેશન થકી ખેડૂતો અને ગ્રામજનોને ફાયદો થશે તે બદલ સંસદએ ગ્રામજનો અને પીજીવીસીએલ તેમજ જેટકોને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૬૬ કે.વી. ખીજડિયા સબ સ્ટેશનના નિર્માણમાં રૂ. ૮૬૦ લાખનો ખર્ચ થયો છે જે ૪૯૦૦ ચો.મી. વિસ્તારમાં ઉભું કરવામાં આવ્યું છે. સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ. છે. સબ સ્ટેશનમાં ૫ ફિડરો જેમાં ૧૧કે.વી. ખીજડિયા ફિડર, ધુવાવ ફિડર, જી ડબ્લ્યુ આઈ એલ ફિડર તેમજ ભવિષ્યમાં વિશ્રામ ફિડર અને ખીમરાણા ફિડર નીકળવાથી ખીમરાણા, શેખપાટ, જાંબુડા, સચાણા, ધુંવાવ અને ખીજડિયા ગામના લોકોને લાભ મળશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ ભેસદડીયા, જેટકોના મુખ્ય ઇજનેર એ.બી.રાઠોડ, રાજકોટ વર્તુળના અધિક મુખ્ય ઇજનેર એસ.જી.કાજીયા, જેટકોના સુપ્રિટેન્ડેન્ટ જી.જી. માલાસણ, પીજીવીસીએલ સુપ્રિટેન્ડેન્ટ વાય.આર. જાડેજા, તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ મુકુન્દભાઈ સભાયા, કાનજીભાઇ પરમાર, પીજીવીસીલ અને જેટકોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial