Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયા-ભોગાત ધોરીમાર્ગ પર જગ્યા અંગેના દાવાને કરવામાં આવ્યો નામંજૂર

જામનગર તા. ૯ઃ કલ્યાણપુરના ભાટિયા પાસે આવેલી એક જગ્યામાં આવવા જવાના રસ્તા પર દબાણ થયાની રજૂઆત સાથે મામલતદાર કોર્ટમાં દાવો કરાયો હતો. તે દાવા અન્વયે સ્થળ પર કરાયેલા પંચનામામાં તે રસ્તો ન હોવાનું જણાઈ આવતા દાવો નામંજૂર કરવાનો હુકમ થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં એક આસામીએ કેટલીક જમીન ખરીદી હતી. તે જમીનમાંં આવવા-જવા માટે ભાટિયા-ભોગાત ધોરીમાર્ગ પર સરકારી ખરાબાની જમીનમાંથી માર્ગ હતો. તે માર્ગનો વર્ષાેથી ઉપયોગ થતો આવ્યો છે.

આ જમીન પર કેટલાક વ્યક્તિએ દબાણ કર્યું છે તેથી તે દબાણ ખુલ્લું કરી આપવા મામલતદાર કોર્ટમાં મનાઈ હુકમ મેળવવા દાવો કરાયો હતો. તે દાવામાં પ્રતિવાદી હાજર થયા હતા. તેઓએ અરજી રદ્દ કરવા અરજ કરતા ભાટિયાના સર્કલ ઓફિસરે સ્થળ પર જઈ પંચનામું કર્યું હતું. જેમાં વાદીની અરજી મુજબનો રસ્તો જણાઈ ન આવતા પ્રતિવાદીના વકીલ ભાર્ગવ પી. મહેતા દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી વાદીની દાવા અરજી નામંજૂર કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh