Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં એક સાથે નવ મનોરથ યોજાયાઃ ભવ્ય દર્શન

ભાવિકોએ વિવિધ માધ્યમોથી લીધો લાભ

દ્વારકાધીશ જગતમંદિરમાં મનોરથની હારમાળા સમાન એક જ દિવસમાં નવ મનોરથ યોજવામાં આવ્યા હતાંં સવારે મંગળા આરંતીમાં વારદાર રમેશભાઈ ૫ૂજારી દ્વારા ઠાકોરજીની મંગલા આરતી સમયે જ માખણ મીસરી ભોગ, સુકા મેવા મનોરથ, બીડા ભોગ તેમજ સામગ્રી (મંગલા) ભોગ એમ એક સાથે ચાર મનોરથ યોજવામાં આવ્યા હતાં. તે પછી શ્રૃંગાર આરતીથી અનોસર સુધી કુંડલા ભોગ સહિત બે મનોરથ યોજવામાં આવ્યા હતાં. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે કુંડલા ભોગ તથા અન્નકૂટ તેમજ સંધ્યા આરતી સમયે સુકામેવા મનોરથ સુધીમાં અન્ય ત્રણ મનોરથ મળી એક જ દિવસમાં નવ મનોરથ દ્વારકાધીશના યજમાન પદે યોજવામાં આવ્યા હતાં. દિવસ દરમ્યાન યોજાયેલ નવ મનોરથનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ વિવિધ માધ્યમોથી લીધો હતો. આજે મૌની અમાવસ્યાના દિવસે પણ વિવિધ મનોરથો યોજાય રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh