Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ કારણથી ઘર્ષણ પછી થઈ મારામારીઃ
જામનગર તા. ૯ઃ ઓખામંડળના રૃપેણ બંદરમાં ગઈકાલે કોઈ બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયા પછી સશસ્ત્ર ધીંગાણું થયું હતું. ઘવાયેલા યુવાનોને દવાખાને ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રૃપેણ બંદરમાં બારકાંઠા વિસ્તારમાં ગઈકાલે સવારે બે જૂથ વચ્ચે કોઈ બાબતે સશસ્ત્ર ધીંગાણું થયું હતું. એક પક્ષે કુહાડી, ધારીયા, ભાલા, પાઈપથી હુમલો કરી સામા જૂથને બેફામ માર માર્યાે હતો.
ત્યારપછી હુમલામાં ઘવાયેલા રૃપેણ બંદરના ઈમરાન હાસમ ઢોકી તથા મામદ ઈશા લુચાણી નામના યુવાનો સહિતના કેટલાક વ્યક્તિઓને ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે દ્વારકા તથા ખંભાળિયા દવાખાને લઈ જવાયા હતા જેમાંથી ઈમરાન અને મામદને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં ઓખા તથા મીઠાપુરનો પોલીસ કાફલો રૃપેણ બંદર પર દોડી ગયો હતો. પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial