Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડારીએ
ખંભાળીયા તા. ૯ઃ તાજેતરમાં દ્વારકા જિલ્લાના ભાણવડની સરકારી હોસ્પિટલ બાબતે ગંભીર ફરિયાદો ઉઠતા તથા સોશ્યલ મીડિયામાં પણ આ બાબત ચમકતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશકુમાર ભંડેરીએ ગઈકાલે ભાણવડની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ભાણવડ સરકારી હોસ્પિટલમાં તબીબ ના હોવા છતાં કલાકો સુધી દર્દીઓને બેસાડાતા હોય, અકસ્માતમાં સારવાર માટે આવનારને બેસાડી રાખવા, વિલંબ થયો તથા દર્દીઓ પ્રત્યે અયોગ્ય વર્તન થતું હોવાની ફરિયાદોના સંદર્ભમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જાતે ચકાસણી કરી હતી. તથા ત્રણેક કલાક સુધી રૃબરૃ હોસ્પિટલે બેસીને દર્દીઓ તથા મુલાકાતીઓના અભિપ્રાય સૂચનો મેળવ્યા હતાં.
સ્ટાફ સાથે એક કલાક મિટિંગ યોજીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને ખોટી રાહ ના જોવી પડે સરકારી હોસ્પિટલની સુવિધાઓનો દર્દીઓ પૂરતો ઉપયોગ કરે તથા ખોટી હેરાનગતિ ના થાય તથા કેટલીક બાબતમાં ધીમી કાર્યવાહી અંગે કડક સૂચનાઓ પણ આપવામં આવી હતી.
જો કે ભાણવડની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ખાનગી તરફ લઈ જવાતા હોવાની બાબત પણ જિલ્લા આરોગ્ય અધિકારીને મળતા તે અંગે પણ તેમણે તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial