Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જી કંપની દ્વારા ટૂંક સમયમાં કાર્યરત થશે રૂ. ૮૦ લાખના ખર્ચે મટીરીયલ રીકવરી ફેસીલીટી પ્લાન્ટ

ખંભાળીયાઃ સુમરા તરઘડીમાં

ખંભાળીયા તા. ૯ઃ ખંભાળીયા નગરપાલિકાની સુમરા તરઘડીમાં આવેલ વર્મીકમ્પોષ્ટ સાઈટમાં સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રિત થતો કચરાને અલગ કરી અને તેને રીસાયકલ તથા પુનઃ ઉપયોગ કરી શકાય તે માટે આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી નયારા એનર્જી દ્વારા પી.પી.પી. મોડમાં અંદાજે રૃપિયા ૮૦ લાખના ખર્ચે મટીરીયલ રીકવરી ફેસીલીટી (એમઆરએફ) સેન્ટરનું નિર્માણ થશે.

નયારા એનર્જીના ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નૈના લાલ કીડવાઈ દિલ્હીથી પધારેલા હતાં. નયારા કંપનીના ગૌરી મેડમ, દીપક અરોરા, અવિનાશ તથા તેનો અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓનું ખંભાળીયા નગર પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, નગરપાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, પાલિકા સભ્યોની ટીમ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નયારા એનર્જીના ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર દ્વારા ખંભાળીયા નગરપાલિકા સાથે પાર્ટનરશીપમાં થયેલ કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી ખંભાળીયા શહેરને ઘણાં બધા ફાયદાઓ થશે અને ભવિષ્યમાં પણ ખંભાળીયા નગરપાલિકા સાથે સ્વચ્છ ભારત મિશનના પ્રોજેક્ટોમાં તથા અન્ય વિકાસના કામોમાં પાર્ટનરશીપમાં કામગીરી કરવા માટે હકારાત્મક અભિગમ દર્શાવી સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.

આ તમામ પ્રોજેક્ટોમાં સહભાગી થવા માટે પાર્ટનરશીપમાં અભિગમ દાખવવા અંગે નગરપાલિકાના બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયાએ સ્થળ પર નયારા એનર્જીની તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh