Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં સિંચાઈ મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત
ભાણવડ તા. ૯ઃ ભાણવડ તાલુકાના આંબરડી (ગજાભી) ગામને કેનાલના અભાવે સિંચાઈનો લાભ મળી શકતો નથી આથી ખેડૂતો માત્ર ચોમાસામાં એક જ ઉપજનો લાભ મેળવી શકે છે.
જો કેનાલનો લાભ આપવામાં આવે તો ખેડૂતો વર્ષમાં ત્રણ પાક મેળવી શકે. આ અંગે અગ્રણી વિજયસિંહ વાળાએ રાજ્યના સિંચાઈ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. તાલુકાના આંબરડી ગામના કિસાનો સામે અન્યાય થતો હોવાનો સુર ઉઠવા પામ્યો છે. વેરાડ તથા વાનાવડ વિસ્તારમાં સિંચાઈ માટે ડેમ છે. માત્ર આંબરડી ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી અને વેરાડ અને વાનાવડ તેમજ અન્ય ગામને સિંચાઈનો લાભ મળે છે. માત્ર આંબરડી ગામને જ આ લાભ મળતો નથી જેથી આંબરડીના ખેડૂતોને ચોમાસાના પાકથી જ સંતોષ માનવો પડે છે. આ પ્રશ્ને અગાઉ પણ ગ્રામજનોએ રજુઆત કરી હતી પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial