Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૭ ફેબ્રુ.થી પાંચ દિવસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
જામનગર તા. ૯ઃ છોટીકાશી તરીકે સુપ્રસિદ્ધ જામનગરમાં હોટલ વિશાલ પાસે ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. આ નવનિર્મિત મંદિરમાં ભગવાન જગન્નાથનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૭-ર-ર૦ર૪ થી તા. ર૧-ર-ર૦ર૪ સુધી પાંચ દિવસ માટે યોજાશે.
જામનગરના બિલ્ડરો તથા મંદિરની કાર્યવાહી કમિટી તેમજ મંદિર નિર્માણ કરનાર સંસ્થા જગન્નાથ કલ્ચરલ એસોસિએશનના સહકારથી ઓડિશાના જગવિખ્યાત જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ સમાન વિશાળ અને ભવ્ય મંદિર જામનગરમાં બન્યું છે.
તા. ૧૭-ર-ર૦ર૪ ના અંકુર રોપણથી મહોત્સવનો પ્રારંભ થશે. ૧૦૮ કળશ દ્વારા નદીનું વહેતું પાણી મેળવવા ૧૦૮ કળશ યાત્રા યોજાશે. તા. ૧૮-ર-ર૦ર૪ ના ભગવાનની નગરયાત્રા, ભગવાનનું મહા સ્નાન, શિખર સ્નાન યોજાશે. તા. ૧૯-ર-ર૦ર૪ ના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી, સુભદ્રા, સુદર્શનના મુખ્ય મંદિરમાં પ્રવેશ સાથે શિવજી, ગણેશ ભગવાન, લક્ષ્મીજી, વિમલાજી, હનુમાનજીનો પણ મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજાશે.
તા. ર૦-ર-ર૦ર૪ ના સવારે ૧૦-૩૦ થી સાંજે ૪-૧પ સુધી ભગવાનના દર્શન થશે. શ્રી લક્ષ્મી-જગન્નાથ વિવાહ, શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવાશે. સાંજે સાત વાગ્યાથી જગન્નાથ ભગવાનની અમૃત કથા યોજાશે.
તા. ર૧-ર-ર૦ર૪ ના જગન્નાથ પ્રભુની મહા ઉપચાર પૂજા, શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણ, વાસુદેવ મહાયજ્ઞ, અમૃત કથા યોજાશે.. દરેક ભક્તો માટે તા. ર૧-ર-ર૦ર૪ ના સવારે ૧૧ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જગન્નાથ ભગવાનના મંદિર નિર્માણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગીદાર બનવા, મહાપ્રસાદના સ્થળની લીંક મેળવવા, કાર્યક્રમમાં ડોનેશન કે સહયોગ આપવા તથા કાર્યક્રમોની રૃપરેખા મેળવવા ૯૬૬રપ ૦૬૬પ૬, ૯૦૯૯૦ ર૦૯૩પ, ૯૪ર૭૪ ૪૪૪૪૬, ૯૮૭૯૧ ૦૩ર૦૯ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial