Advertisement
Author: નોબત સમાચાર

નંદપુરમાં સીસી રોડ-માઈનોર બ્રીજનું લોકાર્પણઃ જામવંથલી ઊંડ-૧ ડેમ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા

જામનગર તા. ૯ઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિવિધ ગામોમાં રૂ. ૯ કરોડ પ૦ લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રીએ રૂ. પ.પ૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર જામવંથલી, ઊંડ-૧ ડેમ એપ્રો રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ૬.પ૦ કિ.મી.ની લંબાઈ ધરાવતા નવા રોડનું નિર્માણ કરવામાં આવશે. તેમજ નંદપુર-ગાયત્રીનગર-વીરપર રોડ પર રૂ. ૧રપ લાખના ખર્ચે ૭ મીટરના ૮ ગાળાના માઈનોર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જામનગર તાલુકાના નંદપર-બજરંગપુર ગામ વચ્ચે રૂ. ૩ કરોડના ખર્ચે પ.પ૦ કિ.મી.ની લંબાઈ ધરાવતા નવનિર્મિત સીસી રોડનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, 'નંદપર-ગાયત્રીનગર-વીરપર ગામ વચ્ચે પાકોરોડ બન્યો હોવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે તેમજ માઈનોર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલદીથી પહોંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુચારૃ માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે તેમજ લોકપ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.'

નંદપુર, ગાયત્રીનગર અને વીરપર- આ ત્રણ ગ્રામ પંચાયતો દ્વારા સંયુક્તપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડિયા, અગ્રણી રમેશભાઈ મુંગરા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, સરપંચ જગદીશભાઈ હાડિયા, અગ્રણીઓ ભરતભાઈ બોરસદિયા, મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ, અન્ય પદાધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh