Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૦ ફેબ્રુ.થી પ માર્ચ સુધી વારીઆ ડેલા ઉપાશ્રયમાં આયોજનઃ
જામનગર તા. ૯ઃ શ્રી હાલાર સંપ્રદાયના પ.પૂ. કેશવજીમુની મહારાજ સાહેબ તથા મહાસતીજી આદિ ઠાણાએ તથા મધુર વ્યાખ્યાની પ.પૂ. ગુરુણી દયાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. મંજુલાબાઈ મ.સ. આદિ ઠાણાઓ તેમજ લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ. ગુરુદેવશ્રી પ્રકાશચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી શાસન શિરોમણી પૂ. 'સૂર્ય-વિજય' ગુરુણીમૈયાના સુશિષ્યા મધુરકંઠી શુભેચ્છાકુમારી મહાસતીજીના સુશિષ્યા સાધ્વીજી પૂ. સમાધિકુમારીજી આદિ ઠાણા-૪ ની શુભ નિશ્રામાં સધાર્મિક ભક્તિ મહોત્સવ, મધુર વ્યાખ્યાની પ.પૂ. ગુરુણી દયાબાઈ મહાસતીજી તથા સંઘમાતા હેમલતાબા તેમજ શેઠશ્રી જયસુખભાઈ તેમજ શેઠશ્રી મનસુખલાલભાઈ, આ ચારેયની પુણ્ય તિથિ નિમિત્તે શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજના સર્વે શ્રાવક-શ્રાવિકાઓ માટે તા. ર૦-ર-ર૦ર૪ થી તા. પ-૩-ર૦ર૪ (પંદર દિવસ) સુધી આરાધના ઉત્સવનું આયોજન દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ, હઃ સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી વારીઆ ડેલા ઉપાશ્રયમાં કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનો લાભ લે તેવી દાતા પરિવારની ઈચ્છા છે.
શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ માટે તા. ર૦-ર-ર૦ર૪ થી તા. પ-૩-ર૦ર૪ સુધી પાંચ સામાયિક તથા સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ વ્યાપારી સાધાર્મિકો તથા સર્વિસ કરતા સાધર્મિકો માટે સવારે ૭-૩૦ થી ૮-૩૦ શિબિરનું આયોજન કરેલ છે. એમને પણ એક સામાયિકનો સાધર્મિક ભક્તિનો પાસ આપવામાં આવશે. ત્યારપછી સવારે ૮-૩૦ થી ૯-૩૦ વાગ્યા સુધી પ્રવેશ મેળવી ૧ર-૩૦ થી ૧ વાગ્યા સુધીમાં ઉપરોક્ત પંદર દિવસ દરરોજ ઉપસ્થિત થઈને આયોજનના પાસ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં પ્રવેશના સમયે મેળવી લેવા આયોજકો તરફથી જણાવાયું છે. સામાયિક પૂર્ણ થયે પંદર દિવસ બપોરે ૧ર-૩૦ કલાકે સાધર્મિક ભક્તિ લોકાગચ્છા કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવેલ છે. ઉપરોક્ત પંદર દિવસ કાર્યક્રમનું બે વિભાગમાં આયોજન કરવામાં આવેલ છે તેમાં પ્રથમ તા. ર૦-ર-ર૦ર૪ થી તા. ર૭-ર-ર૦ર૪ (આઠ દિવસ) ઉપરોક્ત સમય મુજબ ઉપસ્થિત રહી, દરરોજના પાસ મેળવી લેવાના રહેશે. તેમનું બહુમાન અનાજ તથા ઘી ની કીટ આપી કરવામાં આવશે. ત્યારપછી તા. ર૮-ર-ર૦ર૪ થી પ-૩-ર૦ર૪ (સાત દિવસ) ઉપરોક્ત વિગત મુજબ ઉપસ્થિત રહેનારને બહુમાનરૃપે મસાલા તથા તેલની કીટ આપવામાં આવશે. જેના અલગ-અલગ પાસ છે તે મેળવી લેવાના રહેશે. પંદર દિવસ ઉપસ્થિત રહેનારને બન્ને કીટ આપવામાં આવશે.
ઉપરોક્ત પંદર દિવસના સાધર્મિક મહોત્સવ દરમિયાન ઉપરોક્ત ચારેયની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્થાનકવાસી જૈન સમાજના શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા બહેનો જ્ઞાતિમાંથી જે પરિવારો 'સાધર્મિક ભક્તિ' (અનાજ સમિતિ) નો લાભ લે છે તે પરિવારોમાંથી કમસેકમ એક વ્યક્તિએ ઉપાશ્રયમાં ઉપસ્થિત રહી એક સમાયિક ફરજિયાત કરવાની રહેશે. તે માટેનું ફોર્મ જ્ઞાતિમાંથી મેળવી તેમાં વિગત ભરી પરિવારના સર્વે સભ્યોના નામ દર્શાવવાના રહેશે તેમજ તે પરિવાર જે જ્ઞાતિનું સભ્યપદ અને અનાજ સમિતિમાં નામ નોંધાયેલ હોય તે જ્ઞાતિના ટ્રસ્ટીઓના સહી-સિક્કા કરાવી ફોર્મ ભરીને પરત આપવાના રહેશે, તેથી વિવિધ જ્ઞાતિઓના ટ્રસ્ટીઓને તેમની જ્ઞાતિના પરિવારના ફોર્મની વિગત ભરાયા પછી જ્ઞાતિનો સિક્કો અને સહી કરી આપી સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે. આ જ્ઞાતિઓની યાદીમાં વિશાશ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ, હાલારી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ, દશાશ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા (રાજગોર ફળી), દશાશ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી) અને સ્થાનકવાસી જૈન ખત્રી સમાજનો સમાવેશ થાય છે.
ફોર્મ ભરનાર પરિવારને જ્ઞાતિઓના ટ્રસ્ટીઓના નિર્ણયને આધિન ફોર્મ મુજબ સાધર્મિક બંધુઓને ઉપર દર્શાવ્યા મુજબ કીટ આપી બહુમાન કરવામાં આવશે. કીટ વિતરણની તારીખ, સમય અને સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે, તેમ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ કમિટી, ચાંદીબજાર, જામનગરની યાદીમાં જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial