Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વિવિધ વિસ્તારોમાં પણ કાર્યક્રમોઃ આવતીકાલે જિવંત પ્રસારણ
જામનગર તા. ૯ઃ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા ઘર વિહોણા આર્થિક પછાત વર્ગના લોકોને એકદમ વ્યાજબી કિમતે આંતરમાળખાકીય સુવિધા સાથે ઘરનું ઘર મળી રહે તે હેતુથી વર્ષ ર૦૧પ-૧૬ માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ તબક્કો વર્ષ-ર૦ર૪ માં પૂર્ણ થનાર છે. જે અંતર્ગત તા.૧૦-૦ર-ર૦ર૪ના વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ડીસા, બનાસકાંઠાથી આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને તેને સમાંતર જામનગર શહેર કક્ષાએ પણ વિધાનસભા મત વિસ્તાર-૭૮ (ઉતર) માં ધારાસભ્ય રીવાબા આર.જાડેજાના અધ્યક્ષ સ્થાને વિશ્વકર્મા ગુર્જર સુથાર વાડી, ગાંધીનગર મેઈન રોડ અને એ જ રીતે વિધાનસભા મત વિસ્તાર-૭૯ (દક્ષિણ) માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને ઓશવાળ સેન્ટર, ગ્રાઉન્ડ નંબર-ર, (એલ શેપ) સાત રસ્તા પાસે બપોરના ૧ર કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉકત બંને વિધાનસભા વિસ્તારોમાં મુખ્ય સ્ટેજ કાર્યક્રમના અસરકારક અને સરળ આયોજન માટે કમિશ્નર ડી.એન. મોદીના માર્ગદર્શન અંતર્ગત લાભાર્થીઓ-નગરજનોને લઈ આવવા માટે બસ ટ્રાન્સપોર્ટેશન કમિટી, મુખ્ય સ્ટેજ કમિટી, બેઠક વ્યવસ્થા કમિટી, ભોજન વ્યવસ્થા કમિટી એમ અલગ અલગ ટીમોની રચના કરીને ફરજ ફાળવણી કરવામાં આવેલ છે અને વિધાનસભા વિસ્તાર-૭૮ (ઉત્તર)ના કાર્યક્રમ માટે આસી. કમિશનર (વ) ભાવેશભાઈ જાની અને વિધાનસભા વિસ્તાર-૭૯ (દક્ષિણ)ના કાર્યક્રમ માટે નાયબ કમિશનર યોગીરાજસિંહ ગોહિલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઉકત બંને કાર્યક્રમોમાં અંદાજે ૩૦૦૦ થી પ૦૦૦ જેટલા સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), પી.એમ. સ્વનિધિ, સ્વચ્છ ભારત મિશન, આંગણવાડી વર્કર તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વિગેરે જેવી સરકારની અનેક વિધ યોજનાઓના લાભાર્થીઓને સહ પરિવાર ઉકત બંને સ્થળોએ ઉપસ્થિત રહેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ આવાસ યોજનાઓથી સિટી બસ મારફત બંને સ્થળોએ લાભાર્થીઓને લઈ જવા અને પરત પહોંચાડવા સુધીનું તેમજ મુખ્ય સ્ટેજ કાર્યક્રમ કે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘટકના લાભાર્થીઓને ચાવી રેપ્લિકા તમેજ બીએલ સી ઘટકના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવનાર છે તેમજ રાજ્ય કક્ષાએથી યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા લાભાર્થીઓને સંબોધિત કરશે અને કેટલાક લાભાર્થીઓ પાસે સંવાદ પણ કરનાર છે જેનું જીવંત પ્રસારણ પણ ઉકત બંને સ્થળોએ આયોજીત કાર્યક્રમમાં કરવામાં આવનાર છે અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો પદાધિકારીઓ, મ્યુનિસિપલ સભ્યો, અધિકારીઓ, તેમજ તમામ લાભાર્થીઓ અને તેના પરિવારજનો માટે કાર્યક્રમ પૂર્ણ થયે સ્વરૃચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આવતીકાલ તા. ૧૦-ર-ર૦ર૪ ના સવારના ૧૧ કલાકે જામનગર શહેર વિધાનસભા મત વિસ્તાર-૭૯(દક્ષિણ)માં ઓશવાળ સેન્ટર, ગ્રાઉન્ડ નંબર-ર, (એલ શેપ) સાત રસ્તા પાસે બહોળી સંખ્યામાં જામનગર શહેરના નગરજનોને પણ સહપરિવાર ઉપસ્થિત રહેવા જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા તેમજ કમિશનર ડી.એન. મોદી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial