Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતનો મામલોઃ ફરિયાદ પક્ષના પુરાવાનો હક્ક ખોલી આપવાની અરજી રદ્દ થઈ

જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામી સામે રૂ.૧ લાખના ચેક પરતના કેસમાં અદાલતે ફરિયાદ પક્ષના પુરાવાનો હક્ક બંધ કર્યાે હતો. તે હક્ક ખોલી આપવા કરાયેલી અરજી રદ્દ કરાઈ છે. જામનગરના રિક્ષાચાલક મનોહરસિંહ કિરીટસિંહ જાડેજાએ બર્ધનચોકમાં રોડ પર વેપાર કરતા ભરત જેરામભાઈ ખીલવાણી સામે રૂ.૧ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ અન્વયે આરોપી તરફથી રોકાયેલા વકીલ મહેશ તખ્તાણી, જીતેશ મહેતા વગેરેએ ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. તે પછી ફરિયાદી કોર્ટમાં સતત ગેરહાજર રહેતા ફરિયાદ પક્ષના પુરાવાનો હક્ક બંધ કરાયો હતો. તે હક્ક ખોલી આપવા ફરિયાદ પક્ષે અરજી કરી હતી. તેની સામે કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ અરજી રદ્દ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh