Advertisement
Author: નોબત સમાચાર

લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં જામીનમુક્ત થવા આરોપીએ કરેલી અરજી થઈ મંજૂર

આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ

જામનગર તા. ૨૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનને પચાવી પાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નિવૃત્ત ડીવાયએસપીએ નોંધાવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયા પછી અદાલતે તેને જામીન પર મુકત કર્યાે છે.

જામનગરની ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં ગીતા નિવાસ નામના મકાનને પચાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ એ. જાડેજાએ મેઘરાજસિંહ તખુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તે મકાન તેઓને માતાના વીલથી પ્રાપ્ત થયું છે. તે મકાન તખુભા ખુમાનસિંહને ભાડુઆત તરીકે અપાયા પછી તેને તખુભાના પુત્ર મેઘરાજસિંહે પચાવી પાડ્યું છે.

પોલીસે ગુન્હો નોંધી મેઘરાજસિંહની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, તેમના પિતા આ મિલકતમાં વર્ષાેથી ભાડુત તરીકે છે અને તે બાબતે દીવાની અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મેઘરાજસિંહને જામીન પર મુકત કર્યાે છે. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા, એચ.બી. પરમાર, સુમિત વડનગરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh