Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રાખેલા હથિયારની કરાવી ન હતી નોંધણીઃ
જામનગર તા. ૨૦: ભાટિયામાં રહેતા એક નિવૃત્ત આર્મી જવાને દસ વર્ષ પહેલાં પોતાના ફરજના સમય દરમિયાન ડબલ બેરલની બંદૂક ખરીદી હતી. નિવૃત્ત થયા પછી તે હથિયારની નોંધણી ન કરાવી હતી અને સંબંધિત કચેરીને હથિયાર અંગે જાણ પણ કરાઈ ન હતી. તેઓની સામે ભાટિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શિવમ્ સોસાયટી-રમાં રહેતા નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા (ઉ.વ.૫૨) સામે ભાટિયા પોલીસે આર્મ્સ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ નરેન્દ્રભાઈ અગાઉ આર્મીમાં નોકરી કરતા હતા તેમણે પોતાના ફરજના સમય દરમિયાન વર્ષ ૨૦૧૪માં જમ્મુ કાશ્મીરમાં ફરજ વેળાએ બારામુલ્લાથી રૂા.૩૨ હજારમાં ડબલ બેરલની અને બાર બોરની બંદૂક ખરીદ કરી હતી.
તે પછી નિવૃત્ત થયા હોવા છતાં પોતાની પાસે રહેલા આ હથિયાર અંગે નરેન્દ્રભાઈએ સંબંધિત કચેરીને તેની જાણ કરી ન હતી અને નોંધણી કરાવી ન હતી. તેથી વર્ષ ૨૦૧૬ના આર્મ્સ રૂલમાં કરાયેલી જોગવાઈના ભંગ અંગે તેઓની સામે કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial