Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયાના માધ્યમથી શાબ્દિક સટાસટીઃ "ચંદા કા ધંધા" નો કોર્સ !
નવી દિલ્હી તા. ર૦: કોંગી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચારના કોર્સ સાથે શાળા ચલાવી રહ્યાં છે, જેને અમે જીતીશુ તો તાળા મારી દઈશું.
કોંગ્રેસના કદારવર નેતા રાહુલ ગાંધીએ આ વખતે સીધા પીએમ મોદી પર પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે, વડાપ્રધાન મોદી દેશમાં ભ્રષ્ટાચારની શાળા ચલાવી રહ્યાં છે, જેમાં તે પોતે ભ્રષ્ટાચાર વિજ્ઞાન વિષય હેઠળ 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવી રહ્યાં છે. રાહુલ ગાંધી અહીં જ ન રોકાયા અને તેમણે વધુ આરોપ મૂકતાં કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ દરોડા પાડીને પણ ફક્ત દાનની રકમ એકઠી કરી રહી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં રાહુલે લખ્યું કે, દરોડા પાડીને દાન કેવી રીતે લેવાય...? દાન લઈને કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાય...? ભ્રષ્ટ લોકોના દાગ દૂર કરવાની મશીન કેવી રીતે ચાલે છે...? કેવી રીતે તપાસ એજન્સીઓને રીક્વરી એજન્ટ બનાવી જામીન અને જેલનો ખેલ રમાય છે...?
ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગયેલા ભાજપે તેના નેતાઓને આ ક્રેશ કોર્સ શીખવાડી દીધો છે, જેની કિંમત હવે દેશ ભોગવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં આઈએનડીઆઈએ ગઠબંધનની સરકાર આવશે ત્યારે અમે આ સ્કૂલ પર તાળું મારી હંમેશાં કોર્સ બંધ કરી દઈશું.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આજે બિહાર પહોંચ્યા હતાં અને ભાગલપુરમાં પણ તેઓ રેલી સંબોધવાના છે. આ રેલીમાં ગઠબંધનના અન્ય નેતાઓ પણ સામેલ થવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial