Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તરસાઈના પ્રૌઢનું ટ્રેન હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુઃ
જામનગર તા. ૨૦: જોડિયાના બાલંભા ગામના એક યુવાન બીમારીથી પીડાતા હતા. તેઓએ ગુરૂવારે પોતાના ઘરમાં ગળાફાંસો આત્મહત્યા કરી છે. જ્યારે જામજોધપુરના તરસાઈ ગામમાં એક પ્રૌઢે બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આપઘાત વ્હોરી લીધો છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા સચિનભાઈ કૈલાસગીરી ગોસ્વામી (ઉ.વ.૨૧) નામના યુવાને ગુરૂવારે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં દોરી બાંધી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા કૈલાસગીરી નરોત્તમગીરીએ પુત્રને નીચે ઉતારી સારવાર માટે બાલંભાના સરકારી દવાખાને ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ સમક્ષ પિતાએ નિવેદન આપી તેમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો. જન્મથી જ હાથ તથા પગમાં તેને ધ્રુજારી આવતી હતી અને હાથ-પગ વળેલા રહેતા હોવાના કારણે સચિનભાઈ કામ પણ કરી શકતા ન હતા તેથી કંટાળી જઈ તેઓએ અંતિમ પગલું ભર્યું છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના નવાપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કાનજીભાઈ કુડેચા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ પાંચેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. પોતાના ઘરેથી અવારનવાર ચાલ્યા જતાં જગદીશભાઈ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી ગયા પછી કોઈ રીતે તરસાઈથી જામસખપુર વચ્ચેના બિલેશ્વર બ્રિજ પાસે પહોંચી જઈ તેઓએ કોઈ ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. તરસાઈ ગામના સંજયભાઈ ભરતભાઈ વાઘેલાએ પોલીસને તેની જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial