Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના રૂક્ષ્મણી મંદિરે રૂક્ષ્મણી-દ્વારકાધીશનો ભવ્ય લગ્નોત્સવ

માધવકૂળનો માંડવો અને જાદવકૂળની જાન

દ્વારકા તા. ર૦: માધવપુરનો માંડવોને જાદવ કૂળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી શ્રી દ્વારકાધીશ ભગવાન વિગેરે પંરપરાગત ગીતો અને સૂત્રો સાથે ગઈકાલે ચૈત્રી સુદ તેરસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત  રીતે ઊજવાયો હતો. ગઈકાલે સાંજે ૭.૦૦ કલાકથી દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો.

તા. ૧૭-૧૮-૧૯ દરમિયાન ઉજવાયેલ શ્રીજી - શ્રી પટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત, સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યા હતાં. ગઈકાલે સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકો પૂજારી અરૂણભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશજી અને શ્રી રૂક્ષ્મણી માતાજીના લગ્નોત્સવની ઉજવણી કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh