Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની ભરણપોષણ માંગતી અરજી અદાલત દ્વારા કરવામાં આવી નામંજૂર

પુત્રને દર મહિને ચૂકવાશે ભરણપોષણઃ

જામનગર તા. ૨૦: જામનગરના એક યુવતીએ સિક્કામાં રહેતા પતિ સામે ભરણપોષણ માંગતી અરજી કરી હતી. તેણીએ સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યાે હોવાની પતિ તરફથી રજૂઆત કરાઈ હતી. અદાલતે આ મહિલાની ભરણ પોષણ માંગતી અરજી નામંજૂર કરી છે અને પુત્રને દર મહિને ભરણપોષણ ચૂકવવા પિતાને હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના સિક્કા નજીક દિગ્વિજય ગ્રામમાં રહેતા દીપક કેશુભાઈ ચૌહાણ સામે તેમના પત્ની કૌશલ્યાબેને જામનગરની ફેમિલી કોર્ટમાં પોતાનું તથા સગીર પુત્રનું રૂા.૫૦ હજાર ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.

આ મહિલાએ જણાવ્યા મુજબ તેમના પતિ દારૂ પીવાની આદત ધરાવે છે. અવારનવાર મારકૂટ કરતા હતા અને તેઓએ પહેરેલા કપડે પત્ની તથા સંતાનને કાઢી મુક્યા હતા. તેની સામે પતિ તરફથી રોકાયેલા વકીલે વાંધો રજૂ કરી જુબાની લેતાં અરજદારણની જુબાનીમાં વિરોધાભાસ જણાઈ આવ્યા હતા. તે પછી અદાલતે બંને પક્ષની દલીલો સાંભળી અરજદારણની ભરણપોષણ અરજી નામંજૂર કરી છે અને સગીર પુત્રને દર મહિને રૂા.૧૫૦૦ લેખે ભરણપોષણ આપવા હુકમ કર્યાે છે. પતિ તરફથી વકીલ રમેશ ચૌહાણ, વિમલ કંટારીયા, રાહુલ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh