Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર તા. ૨૦: સુરજકરાડીમાં એક યુવાન રખડતી ભટકતી હાલતમાં કેટલાક દિવસથી જોવા મળતા હતા. તેની સેવાભાવી યુવાનોએ તપાસ કર્યા પછી અસ્થિર મગજના આ યુવાનના પરિવારનો રાજકોટના આટકોટ ગામમાંથી પત્તો મળ્યો છે.
ઓખામંડળના મીઠાપુર પાસેના સુરજકરાડીમાં અસ્થિર મગજના લાગતા હોય તેવા એક યુવાન કેટલાક દિવસથી રખડતા ભટકતા જોવા મળતા હતા. આ યુવાન અંગે સુરજ કરાડીના ભોજાભાઈ, મયુર ભાયાણી, લખન ભાયાણી સહિતના યુવાનોઅ તપાસ હાથ ધરી હતી. આ યુવાનની ઓળખ મેળવવા તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણકારી અપાઈ હતી. મીઠાપુર પોલીસે તે અંગે વધુ તપાસ કરતા આ યુવાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટના હોવાનું ખૂલ્યું હતું. દોડી આવેલા યુવાનના પરિવારને કબજો સોંપી અપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial