Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે કર્યાે પીછોઃ
જામનગર તા. ૨૦: જામજોધપુરના તરસાઈ પાસે ઉભી કરાયેલી ચેકપોસ્ટ પરથી ગઈકાલે રાત્રે દારૂના ૪૬૫૬ ચપટા ભરેલો ટ્રક ઝડપાઈ ગયો છે. તે ટ્રક પોલીસે ઉભો રખાવવાની ટ્રાઈ કરી હતી. ત્યારે ટ્રક પુરઝડપે નાસવા માંડ્યો હતો. તેનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. પોલીસને નજીક આવી ગયેલી જોઈ ટ્રકનો ચાલક કૂદીને નાસી ગયો હતો. પોલીસે દારૂ, ટ્રક સહિત સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામજોધ૫ુર તાલુકાના તરસાઈ ગામ પાસે ચૂંટણીને અનુલક્ષીને ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. તે ચેકપોસ્ટ પરથી ગઈરાત્રે એક ટ્રક પસાર થવાનો હોવાની અને તે ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા જામજોધપુરના પીઆઈ વાય.જે. વાઘેલાના વડપણ હેઠળ પોલીસ કાફલાએ વોચ ગોઠવી દીધી હતી.
તે દરમિયાન રાત્રે પોણા વાગ્યે જીજે-૧૧-વીવી ૪૨૪૫ નંબરનો ટ્રક પસાર થયો હતો. તે ટ્રકને રોકવા માટે પોલીસે ઈશારો કરતા તેના ચાલક જામજોધપુરના ધોરીયાનેસ વાળા નાથા લાલાભાઈ મોરીએ પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ભગાડ્યો હતો. આ ટ્રકનો પોલીસે પીછો શરૂ કર્યાે હતો. મોડીરાત્રે સર્જાયેલા ફિલ્મી દૃશ્યો પછી ટ્રક નજીક પોલીસ પહોંચી જતાં ટ્રક ઉભો રાખીને તેમાંથી નાથા મોરી કૂદી ગયો હતો. પોલીસે તે ટ્રકને રોકી લઈ તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૬૫૬ નાની બોટલ કબજે કરી છે. વોડકાની રૂા.૪,૬૫,૬૦૦ની આ બોટલ તથા રૂા.૫,૦૦,૦૦૦નો અશોક લેેલેન્ડ કંપનીનો ટ્રક પોલીસે કબજે કરી લીધો છે. નાસી છૂટેલા ટ્રકચાલકના સગડ દબાવી પીઆઈ વાય.જે. વાઘેલાએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને વાકેફ કર્યા હતા. લોકસભાની ચૂંટણીનું મતદાન આવી રહ્યું છે ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial