Advertisement
Author: નોબત સમાચાર

મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યાઓ માટે નિઃશુલ્ક ઓપીડી

જામનગર આઈટીઆરએમાં

જામનગર તા. ર૦: આઈટીઆરએ જામનગરના ક્રિયાશરીર વિભાગ દ્વારા મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા માટે નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. રર-૪ થી તા. ર૬-૪ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી પ-૧પ વાગ્યા દરમિયાન ક્રિયાશરીર વિભાગ ઓપીડી બ્લોક (યુજી હોસ્પિટલ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બાજુમાં, ધન્વન્તરિ મેદાન પરિસર, જામનગરમાં રાખવામાં આવી છે. પાંચ દિવસીય આ ખાસ ઓપીડીમાં પૂર્વ માનસિક અવસ્થાને લગત સમસ્યાઓનું નિદાન કરી સારવાર આપવામાં આવશે.

વર્તમાન જીવનશૈલીને કારણે વિવિધ રોગોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ વચ્ચે પ્રિ-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ મહિલાઓમાં વ્યાપક પણે જોવા મળે છે. આ સમસ્યા શારિરીક - માનસિક રોગોનો સમૂહ છે જે માસિક અવસ્થાના થોડા સમય પહેલાં શરૂ થાય છે. જેમાં મહિલાઓમાં વજન વધવું, હાથ પગમાં સોજો આવવો, થાક લાગવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, કબજિયાત, જેવા શારીરિક લક્ષણ અને ડિપ્રેશન, જલ્દી ગુસ્સો આવવો, ભ્રમ, મૂડ સ્વિંગ્સ ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડવી, ભૂલવાની સમસ્યા ચિંતા, ચિડિયાપણું જેવા માનસિક લક્ષણો ઉત્પન્ન થાય છે. મહિલાઓને આ ખાસ ઓપીડીનો લાભ લેવા આઈટીઆરએના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh