Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયોઃ
જામનગર તા. ૨૦: દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે તરીકે છાપ ધરાવતા શખ્સ સામે એલસીબીએ પાસાની તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી મળતા આ શખ્સને પકડી પાડી સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે ગણાતા બારાકાંઠા વિસ્તારના રહેવાસી મામદ ઈશા લુચાણી વિરૂદ્ધના ગુન્હાઓની ચકાસણી હાથ ધરી હતી.
ત્યારપછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે કલેકટર સમક્ષ રજૂ કરાઈ હતી. તે દરખાસ્ત મંજૂર કરાતા ગઈકાલે પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા દ્વારકાના પીએસઆઈ આર.એચ. સુવાએ આરોપીની અટકાયત કરી તેને સુરતની જેલમાં મોકલી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial