Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમિત જામીન અરજી પર ૩૦ એપ્રિલે સુનાવણી
નવી દિલ્હી તા. ર૦ : મનિષ સિસોદીયાએ આજે તેમની વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે.
આજે મનિષ સિસોદીયાએ વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. જામીન આપવામાં આવશે તો તપાસ અને સાક્ષીઓ પર અસર પડશે તેમ સીબીઆઈએ જણાવ્યું હતું કે સિસોદિયાની નિયમિત જામીન અરજી પર નિર્ણય ૩૦ એપ્રિલ સુધી અનામત રાખવામાં આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની નિયમિત જામીન માંગતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ અંગે કોર્ટ ૩૦ એપ્રિલે ચુકાદો આપશે. સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે જો સિસોદિયાને જામીન મળે તો તે આગળની તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. રેગ્યુલર જામીન અંગેનો નિર્ણય ૩૦ એપ્રિલ સુધી અનામત રાખવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ મનિષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર ૩૦ એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સિસોદિયા વતી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને કોર્ટને જણાવ્યું હતું કે સિસોદિયાની નિયમિત જામીન અરજી પર કોર્ટ આજે પોતાનો નિર્ણય અનામત રાખશે, આવી સ્થિતિમાં સિસોદિયાની વચગાળાની જામીન અરજી બિનઅસરકારક બની જશે. એવા અહેવાલો પણ છે કે સિસોદિયાને આ કૌભાંડના માસ્ટર માઈન્ડ માનવામાં આવ્યા હોય. વચગાળાના જામીન મળ્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial