Advertisement
Author: નોબત સમાચાર

હત્યા પ્રયાસના કેસમાં જામીનમુક્તિ

બેડીનાકા પાસે થયેલા હુમલામાં બે આરોપીના જામીનઃ

જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક યુવાન પર છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવાના આરોપી અને બેડીનાકા પાસે એક પ્રૌઢ પર છરીથી હુમલો કરનાર બે આરોપીએ કરેલી જામીન અરજીઓ અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના શંકરટેકરી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયાને અગાઉ પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સાથે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી પ્રકાશે છરી વડે સુનિલ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે રસીકભાઈ દુધરેજીયાની ફરિયાદ પરથી હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના બેડીનાકા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં છગનભાઈ દેવાભાઈ ઝાખર નામના યુવાન પર મુકેશ પાલજીભાઈ પરમાર, ઉપેન્દ્ર પાલજીભાઈ પરમાર નામના શખ્સોએ છરીથી હુમલો કર્યા હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. બંને કેસમાં આરોપીઓ તરફથી વકીલ નયન કનખરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh