Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનો પછી
જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ઘુમલીના નવલખાનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. ઘુમલી, સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાની દ્વારકા, ગીરીનગર અને વલ્લભી પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ગૌરવરૂપ ગણાતા આ નગરના અમુક અવશેષો વોટસન મ્યુઝિયમમાં સમાવાયા છે. જે વોટસન મ્યુઝિયમની મુલાકાત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગર્વનર સેન્થલ થોન્ડમેને લીધી હતી.
હાલ પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનોનું રેસ્ટોરેશન કામ ચાલુ છે. બીજા તબક્કામાં નવલખા મંદિરના રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. નવલખા મંદિર પાસેના સ્મારકની કેમિકલ ટ્રીટમેન્ટ, રેસ્ટોરેશન અને પેરીફેરીમાં બાઉન્ડ્રીવોલ વગેરેનું કામ હાથ ધરાશે. ઘુમલીનું ગણેશ મંદિર ૧૦ મી સદીનું હોવાનું અનુમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial