Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ, ભાજપ અને તેના ડમી, અન્ય પક્ષો, અપક્ષો સહિત
જામનગર તા. ૨૦: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગઈકાલે જામનગર બેઠક માટે ૯ ફોર્મ ભરાયા હતાં. આમ કુલ ૨૪ ઉમેદવારએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. હવે આજે ફોર્મની ચકાસણી થશે.
લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની મુદ્દત ગુજરાતમાં ગઈકાલે બપોરે સંપન્ન થઈ ચૂકી છે. જામનગરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ ૨૪ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેએ ઉમેદવારો ઉપરાંત ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યા છેે. તેવી જ રીતે બસપાના પણ બે ઉમેદવારે ફોર્મ ભર્યું છે. હવે આજે ફોર્મની ચકાસણી કરવામાં આવી છે.
ગઈકાલ સાંજ સુધીમાં થયેલ કુલ ૨૪ ઉમેદવારીમાં મારવીયા જયંતિલાલ પરસોત્તમભાઈ (કોંગ્રેસ) પિંગલસુર જયસુખભાઈ નથુભાઈ (બસપા), સોંદરવા દામજીભાઈ નાજીભાઈ (બસપા), જાડેજા વિરેન્દ્રસિંહ ટેમભા (કોગ્રેસ), આશાણી કલ્પેશભાઈ વિનોદરામ (અપક્ષ), નાગડા કરશનભાઈ જેશાભાઈ (અપક્ષ), પોપટપુત્રા રફીકભાઈ અબુબકરભાઈ (અપક્ષ), બથવાર નાનજીભાઈ અમરશીભાઈ (અપક્ષ), ગોહિલ બાબુભાઈ જેઠાભાઈ (અપક્ષ), પરમાર ભુરાલાલ મેઘજીભાઈ (અપક્ષ), હાલા નદીમભાઈ મહંમદભાઈ (અપક્ષ), કણઝારીયા રણછોડભાઈ (વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી), મુંગરા પરેશભાઈ પુરૂષોતમભાઈ (રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિપાર્ટી), અનવર નુરમામદભાઈ સંઘાર (અપક્ષ), માડમ પૂનમબેન હેમતભાઈ (ભાજપ), જાડેજા બ્રિજરાજસિંહ હેમતસિંહ (ભાજપ), ખીરા યુસુફભાઈ સીદીકભાઈ (અપક્ષ), જાડેજા વિજયસિંહ પ્રવિણસિંહ (અપક્ષ), ગોહિલ જયરાજસિંહ કિરીટસિંહ (અપક્ષ), પત્રકાર રાજ્યગુરૂ રામકૃષ્ણ નરભેશંકર (અપક્ષ), ગોહિલ રઘુવીરસિંહ અનોપસિંહ (અપક્ષ), રાઠોડ પૂંજાભાઈ પાલાભાઈ (અપક્ષ) અને નકુમ ખોડાભાઈ જીવરાજભાઈ (અપક્ષ)નો સમાવેશ થાય છે.
હવે ફોર્મ ચકાસણી પછી ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત પૂર્ણ થયે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial