Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકનો વિજય, બીજાનો પરાજય, બાકીનાની અનામત જપ્ત !
જામનગર તા. ર૦ : જામનગરની લોકસભા બેઠક ઉપર ગત ચૂંટણીમાં માત્ર મુખ્ય બન્ને પક્ષના ઉમેદવારો જ પોતાની ડિપોઝિટ બચાવી શકયા હતા. ત્યારે હવે વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં શું થશે ? તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. આકરા તાપ વચ્ચે શું મતદાનની ટકાવારી વધશે ખરા? તે પણ સવાલચિંતા ઉપજાવે છે.
વર્ષ ર૦૧૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરીયાને સારા મતો મળ્યા હતાં. એ સિવાય અન્ય ર૬ ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શકયા ન હતાં.
તેવી જ અન્ય એક ચિંતા ગરમીની સતાવી રહી છે. આગામી તા. ૭ ના મતદાન થનાર છે એ દિવસે આકરો તાપ હશે તો શું મતદારો મતદાન માટે બહાર નીકળશે ખરા? હાલની સ્થિતિએ જોઈએ તો હજુ ચૂંટણીનો માહોલ જામતો નથી ત્યારે મતદારોને ઘરની બહાર કાઢવા માટે રાજકીય પક્ષોએ ભારે મહેનત કરવી પડશે.
ગત વખત ૬ર ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. ત્યારે આ વખતે મતદાનની ટકાવારી વધશે કે ઘટશે ?
ગત ચૂંટણીની સરખામણીએ ગઈકાલે થયેલ પ્રથમ તબક્કાનું મતદાનમાં આઠ ટકાનો ઘટાડો થયો છે ત્યારે ગુજરાતમાં શું થશે ? તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial