Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી બ્લડ બેન્કમાં રકતનો સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની વધી દોડધામ

થેલેસેમિયા-ગંભીર દર્દીઓના હિતાર્થે રકતદાનની અપીલ :

ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની એક માત્ર ખંભાળીયા સરકારી બ્લડ બેંકમાં સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની દોડધામ વધી છે.

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં અગાઉના ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના ખાસ પ્રયત્નોથી બનેલી બ્લડબેંકમાં હાલ ઉનાળામાં રકતદાતા ઓછા આવતા હોય ઓપરેશનમાં તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહી માટે દોડધામ શરૂ થઈ છે. તો સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે.

બ્લડ બેંકમાં રકતદાન માટે ડો. લખમણ કનારા તથા શ્રી તન્નાભાઈ દ્વારા રકતદાતા તથા જાગૃત લોકોને અપીલ કરવામાં આવી છે. સરકારી કચેરીઓ, વિવિધ મંડળો, વિવિધ એસોસિએશનો તથા હાલ ભાગવત સપ્તાહ જેવા કાર્યક્રમોમાં પણ આવા કેમ્પો યોજીને માનવતા પૂર્ણ કાર્ય થઈ શકે.

ઉનાળાન ગરમીમાં લોકો સ્વૈચ્છિક રકતદાન ઓછું કરતા હોય આ તકલીફ ઉભી થાય છે તો જેમને નિયમિત રકત ચડાવવું પડે છે તેવા થેલેસેમિયાના દર્દીઓને પણ રકતદાન માટે તેના સગા-વહાલા દોડધામ કરે છે.

બ્લડ બેંકની અપીલના પગલે જિલ્લા કલેકટરના પી.એ. તથા રામનાથ સોસાયટી યુવક મંડળના અગ્રણી જયદીપ જોશી, અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, ગાર્ડન ગ્રુપના અગ્રણી તથા ગઢવી સમાજના આગેવાન પરબતભાઈ ગઢવી વિગેરે અને રકતયોદ્ધા ગ્રુપ તથા સતવારા સોશ્યલ ગ્રુપ વિગેરે દ્વારા રોજ બે-ચાર રકતદાતાઓને પ્રેરીત કરીને રકતદાન માટે મોકલવા શરૂ કરાતા સ્થિતિ થોડી સુધરી છે ત્યારે રકતદાતાઓને હોસ્પિટલે ગમે ત્યારે રકતદાન કરવા જઈ શકાય તેમ હોય અપીલ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh