Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧૧ કરોડ ઉપરાંતની છેતરપિંડીની કરાઈ છે ફરિયાદઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ રૂા.૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખી તેની છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં એક આરોપી ઝડપાયો છે.
જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની મસાલાની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કોટેચા પરિવારના હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ રાજકોટના ઈન્દીરા સર્કલમાં મોહન કૃપા નામના મકાનમાં રહેતા હેમતભાઈ મોહનભાઈ દાવડા તથા તેમના પુત્ર રવિ હેમતભાઈ દાવડા તેમજ રવિના સાળા અને રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા પલક કિરીટભાઈ રૂપારેલ સામે જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હીરેનભાઈ સાથે રાજકોટના માર્કેટ યાર્ડના વેપારી હેમતભાઈ તથા તેમના પુત્ર રવિએ જીરૂ તથા ધાણા સહિતની જણસના વેચાણ તથા ખરીદીના સોદા કર્યા હતા. તે પેટે હીરેનભાઈએ આ વ્યક્તિઓ પાસેથી રૂા. ૧૧, ૧૮, ૨૮, ૪૬૩ની રકમ લેવાની બાકી હતી. તે રકમ માટે વાત કરાતા છેલ્લા એક વર્ષથી હેમતભાઈ તથા રવિ ગલ્લાતલ્લા કરતા હતા.
તે દરમિયાન રવિએ પોતાના સાળા પલક રૂપારેલે રૂા.૫,૨૮,૨૬,૦૭૧ આરટીજીએસથી મોકલાવ્યા છે તેમ જણાવી આરટીજીએસ કરી છે તેવી ત્રણ પહોંચ અને બેંકનું ખોટુ સ્ટેટમેન્ટ વોટ્સએપમાં મોકલાવ્યું હતું. રકમ ન મળી હોવાથી હીરેનભાઈએ પોતાની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ઈરાદે ખોટા ડોકયુમેન્ટ અને નાણા મોકલ્યાની ખોટી પહોંચ બનાવી છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ધા નાખી હતી. આ ગુન્હામાં પોલીસે રાજકોટથી પલક રૂપારેલની ધરપકડ કરી છે. તેને અદાલતે જેલહવાલે કર્યાે છે. નાસી ગયેલા પિતા-પુત્રની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial