Advertisement
Author: નોબત સમાચાર

દર મહિને રૂા. દોઢ લાખ વ્યાજ પેટે નહીં ચૂકવી શકાતા નાઘેડીના યુવાનનું વિષપાન

ધંધામાં મંદીથી વ્યાજ ન ચૂકવાતા શરૂ થઈ કડક ઉઘરાણીઃ

જામનગર તા. ૨૦: જામનગરના નાઘેડી ગામમાં રહેતા એક આસામીએ રૂા.૫૦ લાખ ત્રણ ટકાના વ્યાજે મેળવ્યા પછી દર મહિને રૂા.દોઢ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. તે દરમિયાન ધંધામાં મંદી આવતા વ્યાજ નહીં ચૂકવી શકાતા નાણા ધીરનાર શખ્સે કડક ઉઘરાણી શરૂ કરી હતી. તેનાથી કંટાળી આ આસામીએ ઝેરી દવા પીધી છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી વ્યાજખોરીનો ગુન્હો નોંધ્યો છે.

જામનગરના નાઘેડી ગામની શ્યામ સોસાયટીમાં રહેતા ભીમશી સાજણભાઈ હાથલીયા નામના આહિર યુવાને જામનગરના રામભાઈ ગોજીયા નામના વ્યક્તિ પાસેથી ત્રણેક વર્ષ પહેલાં રૂા.૫૦,૦૦,૦૦૦ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. તેનું દર મહિને રૂા.૧,૫૦,૦૦૦ વ્યાજ ભીમશીભાઈ ચૂકવતા હતા.

તે દરમિયાન તેમના મકાન બાંધકામના વ્યવસાયમાં મંદી આવતા તેઓ થોડા મહિનાથી વ્યાજ ચૂકવી શકતા ન હતા. તેમની પાસેથી વ્યાજ અને મૂળ રકમ પરત મેળવવા માટે રામભાઈ ગોજીયા અવારનવાર ઉઘરાણી કરતા હતા. તેઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી ગાળો ભાંડી ધાક ધમકી આપતા કંટાળી ગયેલા ભીમશીભાઈએ ગઈકાલે નાઘેડી પાસે આવેલા પુલ નજીક જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પંચકોશી-બી ડિવિઝન પોલીસે આઈપીસી ૫૦૪ તથા નાણા ધિરધાર અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh