Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે ઉજવાશે ભગવાન મહાવીર સ્વામીનું જન્મકલ્યાણકઃ રથયાત્રા નીકળશે

તમામ જૈન સમુદાયના લોકોને વરઘોડામાં જોડાવા અપીલ

જામનગર તા. ર૦ : આવતીકાલ તા. ર૧ના ભગવાન મહાવીર સ્વામીના ર૬રરમા જન્મ દિવસ નિમિત્તે જામનગરમાં જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે.

જગત શહેર મહારાજની આગેવાનીમાં પત્રકારોને ઉજવણી અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં રથયાત્રા યોજવામાં આવનાર છે. આ વરઘોડામાં વિવિધતા જોવા મળશે.

જામનગરના તમામ જૈન સમુદાયના લોકોને આ વરઘોડામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

વિશા શ્રીમાળી પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા, સમસ્ત જૈન સમાજના વિજયભાઈ શેઠ, દેવબાગ જૈન સંઘના નિલેષભાઈ શાહ, જૈન અગ્રણી ભરતભાઈ પટેલ, સમસ્ત જૈન યુવા સંગઠનના પ્રમુખ નિલેષ કગથરા, હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી ગામડાવારાના પ્રમુખ રાજુભાઈ શાહ વગેરે આ વિગતો આપતા સમયે ઉપસ્થિત રહ્યા હતાં.

આ રથયાત્રા ચાંદી બજારથી પ્રસ્થાન થશે અને પારસધામ, બેડી ગેઈટ, ટાઉનહોલ, લાલ બંગલો, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ થઈ પેલેસ દેરાસર મહાવીર સ્વામી જીનાલયે પૂર્ણ થશે.

સવારે ૬-૩૦ કલાકથી શરૂ થઈ શ્રી પેલેસ જૈન સંઘમાં ઉતરશે આ પછી જન્મ કલ્યાણકનું સંવદન કરાવતી જીનવાણી રથયાત્રામાં જોડાયેલ તમામને નવકાશીનો લાભ આપવામાં આવશે. આ રથયાત્રાના મુખ્ય આક્રર્ષણો ૧૩ ફૂટનો માનવ, નવપદના અલગ વર્ણધારી બાઈક સ્વારો, રોડ પર ચાલતું એરોપ્લેન, લાઈવ રંગોળી વગેરેનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh