Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન-રાતસોત્સવ યોજાયો
જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ થી રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, કાર્યવાહક પ્રમુખ જીતુભાઈ મકવાણા, મંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, સહમંત્રી કમલેશભાઈ ઉમરાણીયા, ખજાનચી રાજેન્દ્રસિંહ જાડેજા, સહખજાનચી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના લોકોએ આ રામસવારીને સફળ બનાવી હતી. આ રામસવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા,મહાનગરના ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રફુલ્લાબેન અગ્રાવત, મહાનગરના મંત્રી હેમંતસિંહ જાડેજા, સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેશભાઈ રાજાણી, દુર્ગાવાહિની પ્રાંત કાર્યકારી કૃપાબેન લાલ, સહસંયોજિકા કોમલબેન ધનવાણી, માતૃશક્તિ સહસંયોજિકા અલ્કાબેન ટંકારીયા, ભગીરથીબેન અજા, વર્ષાબેન નંદા, ભાવનાબેન ગઢવી સત્સંગ સયોજિકા રેખાબેન લાખાણી, બજરંગ દળ સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, ધ્રુમિલ રાવ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી,નીરુભા જાડેજા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં રામભક્તો રામ સવારીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial