Advertisement
Author: નોબત સમાચાર

એલોન મસ્કની ભારતની મુલાકાત રદ

પીએમ મોદી સાથે યોજાવાની હતી બેઠક

નવી દિલ્હી તા. ર૦: એલોન મસ્કે અચાનક જ ભારતનો પ્રવાસ કેન્સલ કર્યો છે, તેઓની વડાપ્રધાન મોદી સાથે બેઠક થવાની હતી, જેમાં તેઓ ૩૦ અબજ ડોલરનો પ્રોજેકટ રજૂ કરવાના હતા, તેમ જાણવા મળે છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે હાલ પૂરતી તેમની ભારત મુલાકાત રદ્દ કરી છે. મસ્ક ર૧ એપ્રિલે ભારતની મુલાકાત લેવાના હતાં. પરંતુ મસ્કે ટ્વિટર પર ટ્વીટ કરી શનિવારે ભારત મુલાકાત રદ્દ કરી હોવાની માહિતી આપી હતી. ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરવાના હતાં.

ટેસ્લા ભારતમાં મોટા રોકાણ સાથે પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. તે દેશમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપિત કરવા માગે છે પરંતુ કોઈ કારણોસર ભારતની મુલાકાત મુલતવી રહી છે. મસ્ક ર૧-રર એપ્રિલના ભારતની મુલાકાતે હતાં. જ્યારે ર૩ એપ્રિલે અમેરિકામાં ટેસ્લાના પ્રથમ ત્રિમાસિક પરિણામો અંગે પ્રશ્નો પર સ્પષ્ટતા રજૂ કરવાની છે, જેથી માનવામાં આવી રહ્યું છે. ર૧-રર ભારતમાં રહ્યા પછી તેમના માટે ર૩ એપ્રિલે આ કોન્ફરન્સ કોલમાં સામેલ રહેવું મુશ્કેલ હોવાથી તેમણે ભારતની મુલાકાત લેવાનું ટાળ્યું છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ટેસ્લાનો ભારત પ્રવેશ માટેનો વિચાર રજૂ કર્યો હતો. જો ભારત ઈલેકિટ્રક વ્હિકલ્સ કંપનીઓને અમુક રાહતો આપે તો તેઓ ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપિત કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh