Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે
ખંભાળીયા તા. ર૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડમાં તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીને નોડલ અધિકારીઓની કામગીરી ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્કવોડ, એસ.એસ.ટી., વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિગ સહિતની બાબતોથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલે પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતાં.
જનરલ ઓબ્ઝર્વરે પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલ કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દેવભૂમિ દ્વારકા જી.ટી. પંડ્યા, નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial