Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સરકીટ હાઉસમાં નાગરિકોને મળી શકશે
જામનગર તા. ર૦: લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં નાગરિકોને રૂબરૂ મળી શકશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમતઅલી યાતો (આઈએએસ), પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તપલકુમાર નાસ્કર (આઈપીએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (આઈઆરએસ) ની નિમણૂક કરવામાં આવી છે.
૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઓબ્ઝર્વરના મોબાઈલ નં. ૯૦ર૩૩ ૮૦૩૪૧, પોલીસ ઓબ્ઝર્વરના મોબાઈલ નં. ૮૭૯૯૧ ૩૬૦૪૪ અને ખર્ચ ઓબ્ઝર્વરના મોબાઈલ નં. ૮૧૬૦૯ ૧૬પ૧૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેઓ લાલબંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસના રૂમ નંબર ર,૩ અને ૬ પર નાગરિકોને રૂબરૂ મળી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial