Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવાતુલ્લાહ ખોમેનેઈની કોમામાં ચાલ્યા ગયા હોવાની આશંકાઃ
તહેરાન તા. ૧૮: ઈરાનના સુપ્રિમ લીડર તરીકે મોજતાબા ખોમેનેઈની ગુપ્ત રીતે પસંદગી થતા વર્તમાન સુપ્રિમ લીડર આયાતુલ્લાહ ખોમેનેઈની કોમામાં ચાલ્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઈરાનના સુપ્રિમ લીડર આયાુતલ્લાહ અલી ખામેનેઈને પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરી લીધો છે. કહેવામાં આી રહ્યું છે કે, ખૂબ જ ગુપ્ત રીતે ખામેનેઈના નાના દીકરા મોજતબા ખોમેનેઈને દેશનો નવો સુપ્રિમ લીડર બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાષ્ટ્ર પ્રમુખ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર અકસ્માતમાં થયેલા મોતના ષડ્યંત્રમાં મોજતબાનું નામ સામે આવ્યું હતું.
મીડિયા અહેવાલો મુજબ ઈરાનની એક્સપર્ટ એસેમ્બલીએ ર૬ સપ્ટેમ્બરે દેશના નવા સુપ્રિમ લીડરની પસંદગી કરી લીધી હતી. ખુદ ખામેનેઈએ એસેમ્બલીના ૬૦ સભ્યોને બોલાવીને ગોપનીય રીતે ઉત્તરાધિકારી પર નીર્ણય લેવાનું કહ્યું હતું. એસેમ્બલીએ સર્વસંમતિથી મોજતબાના નામ પર સંમતિ વ્યક્ત કરી હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અયાતુલ્લાહ ખામેનેઈની ઉંમર ૮પ વર્ષ થઈ ચૂકી છે અને તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, પરંતુ મોજતબાને સુપ્રિમ લીડર બનાવવા માટે લાંબા સમયથી તૈયારી કરવામાં આવી રહી હતી. ઈરાનની ગુપ્ત અને બીજી સરકારી એજન્સીઓમાં મોજતબાના લોકો સામેલ છે. ઈરાનમાં ઈબ્રાહીમ રઈસીના રાષ્ટ્ર પ્રમુખ બન્યા પછી મોજતબાનું કદ ઘણું વધી ગયું હતું.
ઉલ્લેખનિય છે કે, ઈરાનમાં સુપ્રિમ લીડરની પસંદગી એસેમ્બલી ઓફ એક્સપર્ટ કરે છે. ઈરાનમાં સુપ્રિમ લીડર બનવા માટે બે મૃત્યાંશ મત હાંસલ કરવા જરૂરી છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ અનુસાર ૮૬ મૌલવીઓનો એક સમૂહ છે. દર ૮ વર્ષમાં તેની ચુંણી થાય છે, પરંતુ તેમના ચૂંટાયા પછી ગાર્ડિયન કાઉન્સિલની મોટી ભૂમિકા હોય છે.
ગાર્ડિયન કાઉન્સિલના મેમ્બરની ચૂંટણીમાં સુપ્રિમ લીડરની મોટી ભૂમિકા હોય છે. છેલ્લા ૩પ વર્ષથી આ પદ પર રહેલા તેમના કાર્યકાળ દરમિયાન ખામેનેઈએ ગાર્ડિયન કાઉન્સિલમાં તેમના વિશ્વાસુ લોકોને ભર્યા છે.
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ ઈબ્રાહીમ રઈસીનું આ વર્ષે મે મહિનામાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું. તે અજરબૈઝાન પ્રાંતમાં એક ડેમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં. જ્યાંથી તે તબરેઝ જઈ રહ્યા હતાં. આ દરમિયાન વર્ઝેકાનની પહાડીમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.
માનવામાં આવી રહ્યું છે કે ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, પરંતુ જે પરિસ્થિતિમાં દુર્ઘટના થઈ, તેના પર પણ સવાલ થઈ રહ્યા છે. અમુક લોકો તેની પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તો અમુક લોકો તેની પાછળ સત્તાની લડાઈ માની રહ્યા છે, કારણ કે રઈસીની મોત ઈરાનમાં અમુક લોકો માટે ફાયદાનો સોદો માનવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial