Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લોટ બાબતે મનદુખથી યુવાન પર હુમલોઃ
જામનગર તા. ૧૮: ખંભાળિયાના સલાયામાં પ્લોટ બાબતે બે આસામી વચ્ચે મનદુખ થયા પછી એક યુવાન પર બીજા શખ્સે સળીયાથી હુમલો કર્યાે હતો. જ્યારે દ્વારકા તાલુકાના મેવાસામાં એક મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે તેના પતિને બહાર કાઢવાનું કહી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
ખંભાળિયા તાલુકાના સલાયામાં ભીમ૫ાડામાં રહેતા ઈસ્માઈલ ઈબ્રાહીમ ગજીયાએ શુક્રવારે સવારે પોતાના પર સળીયાથી હુમલો કરી હનીફ ઉમર ભાયાએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ બંને વચ્ચે પ્લોટ બાબતે અગાઉ મનદુખ થયું હતું. તે પછી આ પ્લોટમાં હનીફ ભાયા કચરો નાખતો હતો. તેને ના પાડતા ખાર રાખી હુમલો કરાયો હતો.
દ્વારકા તાલુકાના મેવાસા ગામના મનિષાબેન સાવજાભા કેર નામના મહિલા ગઈ તા.૧ની બપોરે પોતાના ઘરના ફળીયામાં વાસણ માંજતા હતા ત્યારે શામળાભા ગાભાભા, નાયાભા ગાભાભા સુમણીયા નામના બે શખ્સ ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ સાવજાભાને બહાર કાઢો તેમ કહી છરી બતાવી ઝપાઝપી કરી હતી અને મનિષાબેનને ગાળો ભાંડી હતી. જ્યારે સાવજાભા એ ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial