Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્ર માટેનું સાત લાખ કરોડનું મૂડી રોકાણ ઝુંટવી ગુજરાત મોકલાયું: રાહુલ ગાંધી

કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આક્ષેપઃ

મુંબઈ તા. ૧૮: સાત લાખ કરોડનું રોકાણ મહારાષ્ટ્રથી ઝુંટવી ગુજરાત ટ્રાન્સફર કરી દેવાયું હોવાનો રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં ર૦ નવેમબરના મતદાન થશે અને ર૩ નવેમ્બરના ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ આ દરમિયાન અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે, એક હૈ તો સૈફ હૈ. તેમના આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે. આટલું બોલીને તેમણે પીએમ મોદી અને અદાણીનું પોસ્ટર બતાવ્યું. આમ ફરી એક વખત કોંગ્રેસે વડાપ્રધાન મોદીના 'હમ એક હૈ, તો સેફ હૈ' નિવેદનને યાદ કરી ભાજપને આડે હાથ લીધી હતી.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ધારાવીની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે. આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે. ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh