Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટાભાગે રાત્રિના સમયે મરામત કરાતી હોય છે, પરંતુ જરૂરી હશે તેથી
જામનગરના શરૂસેક્શન રોડ પરની ગુજરાત ગેસ કંપનીની પાઈપલાઈન આજે મેન્ટનન્સ કામગીરી માટે બંધ કરવામાં આવી હતી, જો કે મોટાભાગે આવી કામગીરી મોડી રાત્રે જ કરવામાં આવતી હોય છે. જેથી દિવસે બહેનોને રસોઈ બનાવવામાં તકલીફ પડે નહીં, પરંતુ આજે કદાચ અગત્ય અને જરૂરી હશે માટે દિવસના સમયે લાઈન બંધ કરવામાં આવતા શરૂસેક્શન રોડ ઉપર રહેતા અનેક લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જો કે ગુજરાત ગેસ કંપનીનો મેન્ટનન્સ સ્ટાફ ધંધે લાગ્યો હતો અને તાબડતોબ કામગીરી હાથ ધરી હતી. ગુજરાત ગેસના અધિકારી વિશાલ શર્માના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં જેસીબી દ્વારા કોઈ ખોદકામ દરમિયાન ગેસની પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતા સવારથી તેનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી સલામતિના કારણોસર આસપાસના વિસ્તારોમાં ગેસનો પ્રવાહ બંધ કરી દેવાયો હતો, જો કે બપોરે ૩ વાગ્યા સુધીમાં રીપેરીંગ પૂર્ણ થયા પછી પુનઃ ગેસ પુરવઠો પૂર્વવત કરી દેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial