Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ રૂ.૧ લાખની માગણી કરી ધમકી ઠપકારાઈઃ
જામનગર તા. ૧૮: ખંભાળિયાના નાના આંબલા ગામમાં મચ્છીનો વેપાર કરતા એક આસામીએ રૂ.૧૦ લાખ જામનગરના આસામી પાસેથી વ્યાજે લઈ રૂ.૧૬ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વધુ એક લાખની માગણી કરી તેઓને ગાળો ભાંડી ધમકી અપાતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના રહેવાસી અને માછીમારીનો વ્યવસાય કરતા યુનુસ ઈબ્રાહીમ ગજણ નામના આસામીને પોતાના ધંધા માટે પૈસાની જરૂર પડતા દોઢેક વર્ષ પહેલાં જામનગરના નવાગામ ઘેડમાં રહેતા અનિરૂદ્ધસિંહ કિરીટસિંહ જાડેજાએ પોતાના મોટાબાપુના દીકરા પ્રદીપસિંહ તખુભા જાડેજા વ્યાજે પૈસા આપતા હોવાનું કહ્યું હતું.
આથી યુનુસભાઈએ પૈસા માટે રામેશ્વરનગરમાં એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કર્યાે હતો. તેણે રૂ.૧૦ લાખ એક વર્ષ માટે લીધા પછી રૂ.૧૨ લાખ વ્યાજપેટે આપવાની બદલે રૂ.૧૬ લાખ ભરપાઈ કરી દીધા હોવા છતાં વધુ રૂ.૧ લાખની માગણી કરાતી હતી.
તે દરમિયાન અનિરૂદ્ધે ફોન કરીને જણાવ્યું હતું કે, તે પૈસા આપવાનું કેમ બંધ કર્યું છે? પ્રદીપસિંહનો ફોન આવે છે? તને પૈસા અપાવી મેં ભૂલ કરી છે અને તું ક્યા છો? એટલે અમે આવીને તને જોઈ લઈએ? તેમ કહેતા અને ગાળો ભાંડી ધમકી આપતા યુનુસે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત નાણાનો વ્યવહાર પીએન માર્ગ પર આવેલી પંચવટી સોસાયટી નજીક રાધિકા ફાયનાન્સ નામની ઓફિસ પાસે થયો હોય. પીએસઆઈ આર.પી. અસારીએ ગુન્હો નોંધી અનિરૂદ્ધ તથા પ્રદીપસિંહની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial