Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે વ્યક્તિના નિપજ્યા અપમૃત્યુઃ
જામનગર તા. ૧૮: ઓખામાં માછીમારી માટે આવીને રહેતા એક વૃદ્ધનું હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજ્યું છે. રાત્રિના સમયે લઘુશંકા કરવા ગયેલા એક માછીમાર બોટમાંથી દરિયામાં ઉથલી પડ્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. જ્યારે દરિયામાં કોઈ રીતે પડી ગયા પછી મૃત્યુ પામેલા અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ જેટી પાસે જોવા મળતા પોલીસને જાણ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકાના ઓખામાં આવેલા આરકે બંદર ૫ર માછીમારી માટે આવીને રહેતા મૂળ વલસાડ જિલ્લાના જોરાવાસણ ગામના વતની ગાંડાભાઈ ભેકાભાઈ પટેલ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈ કાલે સવારે ચમ જેટી પર પારસ મણી નામની બોટમાં કામ કરતા હતા. આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા બોટની કેબીનમાં તેઓ સુઈ ગયા હતા. ત્યારપછી બપોરે ઉઠાડવામાં આવતા ગાંડાભાઈ નહીં ઉઠતા દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જણાવ્યું છે. રાજેશ છોટુભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.
મૂળ ગિર સોમનાથ જિલ્લાના માઢવાડ ગામના વતની અને હાલમાં ઓખાના આરકે બંદર પર માછીમારી માટે આવીને રહેતા નિર્મળભાઈ જમનાદાસ વંશ નામના યુવાન ગયા ગુરૂવારે રામલીલા નામની બોટમાં સૂતા હતા ત્યારે રાત્રિના સમયે લઘુશંકા કરવા માટે ઉઠ્યા પછી કોઈ રીતે દરિયામાં પડી ગયા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું વેલજીભાઈ રાજાભાઈ રાઠોડે પોલીસને જણાવ્યું છે.
ઓખામાં આવેલી મોહન બારાઈની જેટી પાસે દરિયામાં પાંસઠેક વર્ષની વયના લાગતા એક વૃદ્ધ કોઈ રીતે દરિયામાં પડી ગયા પછી શનિવારે સવારે તેઓનો મૃતદેહ જેટી પાસે આવી ગયો હતો. આરીફ ઈબ્રાહીમ મકવાણાએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને બહાર કઢાવી મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial