Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: જામનગર તા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે રવિ પાકના વાવેતરનો સમય છે. બરાબર તેવા સમયે જ રવિ પાક માટે જરૂરી એવા ડીએપી/એનપીકે ખાતરની અછત સર્જાઈ છે. ખાતરના વિક્રેતાઓ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ખેડૂતો ખાતરના વિક્રેતા પાસે ડીએપી/એનપીકે ખાતર લેવા જાય તો વિક્રેતા દ્વારા અન્ય પ્રોડક્ટ જેમ કે દવા, નેનો યુરિયા, એએસપી ખારત જેવા અન્ય ખાતરનો જથ્થો જો ખેડૂત ખરીદ કરે તો જ માંડ માંડ એકાદ થેલી ડીએપી/એનપીકે ની આપવામાં આવે છે. સરકાર દ્વારા આવી કોઈ ફરજિયાત અન્ય પ્રોડક્ટ બટકાવી દેવાની જાહેરાત નથી. તેમ છતાં વિક્રેતાઓ દ્વારા જુના સ્ટોકના ખાતર કે અન્ય પ્રોડક્ટ ફરજિયાત લેવા પડશે તેવી મનમાની કરી રહ્યા છે, અને પરિણામે ડીએપી-એનપીકે ખાતર પૂરતા જથ્થામાં કે તમામ ખેડૂતોને મળતું નથી. ખેડૂતોને લાચાર બની અન્ય પ્રોડક્ટ ખરીદ કરવી પડે છે. આ પ્રશ્ને જામનગર તાલુકા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ માંડલિયાએ રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી આ પ્રકારની મનમાની કરી રહેલા ખાતરના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવા અને ખેડૂતોને વ્હેલી તકે સરળતાથી ડીએપી/એનપીકે ખાતરનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial