Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટરનેટ સેવાઓ બંધ, બે સમુદાય વચ્ચે અથડામણઃ કર્ફયુ
કોલકાતા તા. ૧૮: પ. બંગાળના મર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૭ ની ધરપકડ કરાઈ છે, અને કેટલાક વિસ્તારોમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી એકવાર કોમી હુલ્લડ ફાટી નીકળ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારોમાં બે કોમ વચ્ચે અથડામણ થતા જિલ્લામાં બીએનએસની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ૧૭ લોકોની ધરપકડ પણ કરી છે.
એક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત આપત્તિજનક સંદેશના કારણે આ હિંસા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર બેલડાંગામાં કાર્તિક પૂજા પંડાલની નજીક બનાવવામાં આવેલા કામચલાઉ ગેટ પર લગાવેલા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવવાના અર્થે ધર્મ વિરોધી સંદેશના કારણે અથડામણ સર્જાઈ હતી. જેમાં મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરવા ધર્મ વિરોધી નિવેદનો રજૂ કરી હિન્દુઓને ધમકી આપી હતી. તે પછી પથ્થરમારો અને હથિયારો વડે તોડફોડ કરવામાં આવી હતી. જેમાં દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતાં.
પોલીસે સવાર સુધીમાં સ્થિતિ કાબૂમાં લીધી હતી, જો કે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. આ પછી મુર્શિદાબાદના બેલડાંગા અને કાજીસાહા અને બેગુરબન વિસ્તારમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. હિંસાના કારણે સિચાયલબ્દહથી મુર્શિદાબાદ જતી ભાગીરથી એક્સપ્રેસ કલાકો સુધી ફસાઈ હતી. ભાજપે આ ઘટના મુદ્દે મમતા બેનરજીની સરકાર પર નિશાન સાધ્યું હતું. તૃણમુલ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ હાલ કાબૂમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial